RailTel IPO Date, Price, GMP, Review, Analysis & Details

ફેબ્રુઆરી 17, 2021

  નમસ્કાર વાચકો,  આજે આપડે અહીં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ RailTel Corp of India Ltd. કંપની ના IPO વિશે જેમાં તમને કંપની ની બધી જાણકારી મળી રહેશે તથા તેની DRH એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ નું પણ એનાલિસિસ અહીં મળી રહેશે અને IPO ની બધી ડિટેઈલ્સ પણ અહીં મુકવામાં આવી રહી છે. અને આપડે ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે પણ ચર્ચા કરીશું.

RailTel IPO Date, Price, GMP, Review, Analysis & Details


RailTel Corp કંપની વિષે :


  • કંપની ઇન્ડિયન રેલવે ને ICT ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડ કરે છે 
  • છેલ્લા 3 વર્ષ થી સ્લો અને એક સરખા પ્રમાણે ગ્રોથ પામતી કંપની છે 
  • એક સરકારી કંપની છે તથા વિશ્વાશ પાત્ર લોન્ગ ટર્મ માટે 
  • કંપની ના પ્રોફિટ માર્જિન તથા ROCE ખુબજ સારા છે.
RailTel Corp of India Ltd. એક સરકારી કંપની છે જે ICT પ્રોવાઇડર છે. ICT એટલે ઇન્ફોરમેશન એન્ડ કૉમ્યૂનિકેશન ટેક્નોલોજી. મુખ્યત્વે કંપની ઇન્ડિયન રેલવે ને પોતાની સર્વિસ આપે છે. પણ કંપની ના ઘણા અન્ય કોર્પોરેટ ગ્રાહકો પણ છે. કંપની ભારતની સૌથી મોટી ન્યુટ્રલ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર કંપની છે કે જે મીની રત્ન કૅટૅગોરી માં પોતાનું સ્થાન ધરાવે છે.

કંપની ના પ્રમોટર ભારત સરકાર છે. કંપની નો 100% સ્ટેક ભારત સરકાર પાસે રહેલો છે. કંપની ભારત સરકાર ના રેલવે મંત્રાલય નીચે કાર્યરત છે. મુખ્યત્વે કંપની પોતાની સર્વિસ બ્રોડબેન્ડ દ્વારા ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન પ્રોવાઇડર છે.

31 જાન્યુઆરી 2021 ના રિપોર્ટ મુજબ કંપનીનો ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક 60,000 કિલોમીટર પથરાઈ ચૂકેલું છે તથા તે કુલ 5,929 રેલવે સ્ટેશન ને કનેક્ટ કરે છે તથા પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. 31 જાન્યુઆરી 2021 ના ડેટા પ્રમાણે કંપની પાસે રેલવાયર હેઠળ કુલ 3,05,746 જેટલા ગ્રાહકો છે.

કંપની 2000 ના વર્ષ થી કાર્યરત છે તથા એક પ્રમાણસર ગ્રોથ સાથે વધી રહી છે. વર્ષ 2025 સુધી કંપની 11% થી 13% ના CAGR થી પોતાની ગ્રોથ વધારી શકે તેવું અનુમાનિત કરી શકાય છે.

વધતી જતી ઈન્ટરનેટ સહુલિયત ને ધ્યાન રાખી કંપની નું ભવિષ્ય ખુબજ સારું જણાય છે. કંપની ઇન્ડિયન રેલવે ને સ્ટેશન વાઇફાઇ, વિડિઓ સેર્વિલીયન્સ સિસ્ટમ, ઈ-ઓફિસ, તથા ક્રિટિકલ કનેક્ટિવિટી સર્વિસ જેવા પ્રોજેક્ટ માં રેલવે સાથે સંકળાયેલી છે. કંપની પોતાની સ્ટેડી ગ્રોથ થી ભારત તથા પાડોશી દેશોમાં પણ પોતાનો બિઝનેસ આગળ ધપાવી રહી છે.

કંપની પોતાના ગ્રોથ અને લિસ્ટિંગ લાભો માટે કેપિટલ રેઈસ કરી રહી છે જેમાં 8,71,53,369 ઇકવીટી શેર્સ કે જેમની ફેસ વૅલ્યુ 10 રૂપિયા છે તથા તેની પ્રાઇસ રેન્જ 93-94 રૂપિયા છે. જેથી કંપની 819.24 કરોડ રૂપિયા રેઈસ કરવા જઈ રહી છે. 

IPO 16 ફેબ્રુઆરી 2021 ના રોજ બિડડીંગ માટે ખુલવા જઈ રહ્યો છે જે 18 ફેબ્રુઆરી 2021 ના રોજ સાંજે 5 વાગ્યે કલોઝ થશે. જેમાં રીટેલ ઇન્વેસ્ટર મિનિમમ 1 સ્લોટ માટે કે જેમાં 155 શેર્સ તથા મેક્ઝીમમ 13 સ્લોટ કે જેમાં 2015 શેર્સ માટે એપ્લાય કરી શકે છે. IPO ની વધુ માહિતી નીચે આપેલી છે.

કંપની ફાઇનાન્સીયલ :

 RailTel Corp. of India Ltd. Financial Details

IPO ની માહિતી :

કંપની IPO દ્વારા મળતા કેપિટલ ને નીચે પ્રમાણે યુઝ કરશે :

  • કંપનીનો ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન આગળ વધારવા માટે
  • શેર માર્કેટ માં લિસ્ટિંગ થી મળતા લાભો પ્રાપ્ત કરવા માટે  

IPO ની પ્રાઈઝ તથા અનુમાનિત ટાઈમ ટેબલ :

IPO Opening Date Feb 16, 2021
IPO Closing Date Feb 18, 2021
Issue Type Book Built Issue IPO
Face Value ₹10 per equity share
IPO Price ₹93 to ₹94 per share
Market Lot 155 Shares
Listing At BSE, NSE
Minimum Lot 1-155 Shares(₹14,570)
Maximum Lot 13-2015 Shares(₹189,410)
Basis of Allotment Feb 23, 2021
Initiation of Refund Feb 24, 2021
Credit in Demat Feb 24, 2021
Listing Date Feb 26, 2021
Pre Issue Share Holding 100%
Post Issue Share Holding 72.84%




IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ :

RailTel Corp of India Ltd. ના એક શેર ની પ્રાઇસ બેન્ડ અપર લિમિટ 95 રૂપિયા છે જેના પર ગ્રે માર્કેટ માં લગભગ 141 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે જે અપર પ્રાઈઝ બેન્ડ પર 50% જેટલું છે. ગ્રે માર્કેટ પ્રિમિયમ છેલ્લા બે દિવસ માં 32 રૂપિયા પર શેર થી વધીને 41 રૂપિયા પર શેર થયેલું જણાય છે જે રોજ બદલતું રહે છે. 

અહીં ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી લિસ્ટિંગ ગેઇન નો અંદાજ મેળવીયે તો લિસ્ટિંગ ના દિવસે લગભગ 50% થી 60% જેટલો લિસ્ટિંગ ગેઇન મળવાની સંભાવના છે.


IPO રજિસ્ટ્રાર :

IPO અલ્લોટમેન્ટ ચેક કરવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો.



 

IPO સબસ્ક્રિપ્શન માહિતી :


# Category IPO Subscription
1 QIB 2.96X
2 NII 2.63X
3 RII 10.55X
4 Employee 1.85X
5 Total 6.64X
Post Advertisement
Post Advertisement