IPO એટલે શું? અને કેવી રીતે લોકો IPO થી થાય છે માલામાલ | IPO meaning in gujarati

ફેબ્રુઆરી 19, 2021

    દોસ્તો IPO એટલે શું? Initial Public Offering એ તો આપણને બધા ને ખબરજ છે પરંતુ આ IPO meaning in gujarati ખરેખર છે શું? અને કેવી રીતે લોકો IPO થી થાય છે માલામાલ એના વિષે અહીં આપડે વાત કરવાના છીએ.

અને હા હું અહીં તમને IPO થી માલામાલ થતા પણ શીખવીશ પણ તેના માટે તમારે આ લેખ પૂરો વાંચવો પડશે.


What is IPO, How to make Money with IPO
  

મિત્રો દુનિયાની કોઈપણ કંપની કે જે નાની હોય કે મોટી તેને ચલાવવા માટે કેપિટલ એટલે કે પૈસા ની જરૂર પડતી હોય છે. અને કંપની પાસે મુખ્ય બે રસ્તાઓ હોય છે પૈસા લાવવા માટે...

  1. બેન્ક પાસેથી લોન દ્વારા પૈસા એકઠા કરી શકે 
  2. IPO દ્વારા પોતાની કંપની ના શેર વેચીને પૈસા ભેગા કરી શકે

કોઈ કંપની જો પેલો રસ્તો અપનાવે તો ત્યાંથી એટલે કે બેન્ક પાસેથી તેને લોન સ્વરૂપે પૈસા મળી શકે પણ તેને તે પૈસા નિયત સમય માં બેન્ક ને પાછા આપવા પડે અને તે પણ વ્યાજ સહીત. 




પણ જો કોઈ કંપની બેન્ક પાસે થી પૈસા લોન સ્વરૂપે લેવા ન માંગતી હોય અને તે પોતાના કંપનીના શેર લોકોમાં વેચીને પૈસા એકઠા કરવા માંગતી હોય તો તે શેર બજાર માં IPO લાવે છે.

અહીં આપડે એ તો જાણી લીધું કે કંપની ને પૈસા ની જરૂર છે એટલે મારા ને તમારા જેવા ઇન્વેસ્ટર કંપની ને પૈસા આપે છે અને તેના બદલ માં કંપની પોતાના શેર ઇન્વેસ્ટર ને આપે છે પણ હવે આપણે એ જાણીયે કે આ IPO ભરવા થી લોકો માલામાલ કેમ થાય છે.

એ સમજવા માટે તમારે સૌથી પહેલા શેર માર્કેટ વિષે  સમજવું પડશે. જુઓ આપડે શાક-ભાજી ના ઉદાહરણ થી શેર માર્કેટ વિષે સમજીએ. 

$ads={1}

Share Market એટલે શું?

What is share market NSE


    આપડે શાક-ભાજી લેવા જવાનું છે કોઈ એક શાક માર્કેટે. હવે શાક માર્કેટ ઘણા બધા શાક-ભાજી હોય અને આપડે તેને નંગ અથવા કોલોના જથ્થા માં ખરીદી શકીએ 

સેમ આજ રીતે સ્ટોક એક્સચેન્જ હોય છે જેને તમે આપડા ઉદાહરણ માં શાક-ભાજી માર્કેટ તરીકે સમજ્યા અને આ એક્સચેન્જ માં ઘણી બધી કંપનીના સ્ટોકસ હોય છે અને તે સ્ટોકસ ના ખરીદાર એન્ડ વેચનાર ત્યાં સ્ટોકસ ની ખરીદી તથા વેચણી કરતા હોય છે.

જેમ આપડે ત્યાં ડુંગળી ના ભાવ ખુબજ વધી જાય છે કારણ કે આપડે ત્યાં ડુંગળીની સપ્લાય ઓછી છે ને સામે તેની ડિમાન્ડ વધુ છે તે જ રીતે શેર માર્કેટ માં પણ કોઈ કંપની ના શેર વેચનાર તે શેર ખરીદનાર કરતા ઓછા હોય ત્યારે ડિમાન્ડ વધુ અને સપ્લાય ઓછી હોવાને કારણે તે શેર નો ભાવ વધી જતો હોય છે.


Sabji Mandi Market


IPO માં પણ એવુજ હોય છે જયારે કોઈ કંપની IPO  માર્કેટ માં લાવે ત્યારે એક શેર ની પ્રાઇસ જે નક્કી કરવામાં આવી હોય તે મોટા ભાગે ન્યુનતમ હોય છે અને જયારે તે બાઝાર માં લિસ્ટ થાય ત્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાય ના કારણે તે શેર IPO ભાવ કરતા મોંઘો મળવા લાગે છે .

તો આપણે એ તો જાણી લીધું કે શેર માર્કેટ કેમ કામ કરે છે પણ હવે એ જાણીએ કે આ IPO ભરાય કઈ રીતે અને  માલામાલ થવાય કઈ રીતે?


IPO વિષે બધુજ 

    હવે જયારે કોઈ કંપની પોતાનો IPO માર્કેટ માં લાવે ત્યારે અમુક વસ્તુ તેમાં ફિક્સ કરેલી હોય છે. જેવીકે તે કંપની ના શેર ની ફેસ વેલ્યુ શું હશે તે IPO ના એક શેર નો ભાવ શું રહેશે અને IPO ભરવા માટે મિનિમમ કેટલા શેર લેવા પડશે.

તો આપડે સૌ પેલા જાણીયે કે ફેસ વેલ્યુ શું હોય?

ફેસ વેલ્યુ 

    કોઈ પણ કંપની IPO લાવતા પહેલા એ નક્કી કરે છે કે તે કંપની ના શેર ની મૂળ કિંમત શું હશે અને આજ વેલ્યુ ને ફેસ વેલ્યુ કહેવાય છે 

તમે જયારે કોઈ કંપની નો શેર માનો કે 60₹ માં ખરીદ્યો અને તે શેર ની ફેસ વેલ્યુ 10₹ છે. આનો મતલબ એ થયો કે તમે તે કંપની માં 10₹ ની ભાગીદારી એટલે કે શેર લીધો બરાબર.

તો હવે પ્રશ્ન એ થાય કે તો 50₹ વધારે આપ્યા તે શું હતું? હવે તમે જે 50₹ વધુ ચૂકવ્યા તે શેર નું પ્રીમિયમ હતું અને તે આપડે અગાઉ જોઈ ગયા તેમ ડિમાન્ડ અને સપ્લાય થી વધતું ઘટતું રહે છે. 

$ads={2}

કેવી રીતે લોકો IPO થી થાય છે માલામાલ ?

    તો હવે ફરી આપડી સામે એજ પ્રશ્ન આવી ગયો કે કેવી રીતે લોકો IPO થી થાય છે માલામાલ? તો આવો જાણીએ એક સાચા ઉદાહરણ થી...

ડિસેમ્બર 2020 માં બર્ગર કિંગ કંપની પોતાના IPO માર્કેટ માં લાવી હતી. કે જેના એક શેર ની કિંમત 60₹ રાખવામાં આવી હતી અને એ શેર ની ફેસ વેલ્યુ 10₹ રખાય હતી 

"હવે જયારે તમે IPO માટે એપ્લાય કરો ત્યારે તમારે નિશ્ચિત શેર નો જથો જ ફરજીયાત લેવો પડે તમે એક-બે શેર IPO માં ન લઇ શકો. અને તે જથ્થા ને લોટ તરીકે ઓળખવામાં આવે છે."

આ બર્ગર કિંગ કંપની ના IPO ના એક લોટ માં 250 શેર નિશ્ચિત કરવામાં આવ્યા હતા. એટલે તમે મિનિમમ એક લોટ એટલેકે 250 શેર લઇ શકો અથવા  ગુણાંક માં એટલેકે 250,500,750,1000,... એમ કુલ મેક્ઝીમમ 3250 શેર એટલેકે 13 લોટ માટે એપ્લાય કરી શકો.


What is IPO



માનો કે તમે એક લોટ એટલે કે 250 શેર માટે એપ્લાય કર્યું અને તમને IPO મળી ગયો હવે એ શેર એક્સચેન્જ પર લિસ્ટ થશે.

બર્ગર કિંગના શેર જયારે લિસ્ટ થયા ત્યારે તે લગભગ 200₹ ના ભાવ પર લિસ્ટ થયા એટલે કે તમારા એક શેર ની કિંમત હવે 200₹ હશે. જે શેર તમે IPO માં 60₹ ના ભાવ થી ખરીદ્યા હતા તે શેર ની કિંમત 200₹ થતા તમે 3 ગણા પૈસા બનાવ્યા.

આજ રીતે લોકો IPO  માં શેર લઈને પોતાના પૈસા પર 50% થી લઇ 300% થી પણ વધુ નફો મેળવે છે. અને માલામાલ થાય છે.

તો ચાલો હવે જાણીયે કે આ IPO ભરવા માટે તમારે કઈ-કઈ વસ્તુની જરૂરિયાત હોય છે.

IPO ભરવા જરૂર પડતી વસ્તુઓ 

  1. તમારી પાસે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ 
  2. તમારી પાસે એક ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ હોવું જોઈએ 
જો તમારી પાસે ઉપર ની બંને વસ્તુ હોય તો તમે આરામ થી કોઈપણ IPO માં એપ્લાય કરી શકો અને માલામાલ થઇ શકો.

આવા દરેક IPO વિષે વિસ્તારથી તમે નીચે આપેલી લિંક પર ક્લીક કરી જાણી શકો છો.



    તો મિત્રો આ હતી IPO એટલે શું? વિષે ની માહિતી અને મેં તમને એ પણ જણાવ્યું કે કેવી રીતે લોકો IPO થી થાય છે માલામાલ જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો  નીચે કોમેન્ટ કરી અમને જણાવી શકો છો તથા તમને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. અને આર્ટિકલ ને વધુ માં વધુ શેર પણ કરી શકો છો. 



Post Advertisement
Post Advertisement