જો આપડી પાસે પૈસા છે તો આપડે આપડી જરૂરિયાત ની બધી વસ્તુઓ ખરીદી શકીએ છીએ. આપડે આપડા દરેક સ્વપ્ન પુરા કરી શકીએ છીએ. એટલા માટે જ લોકો દુનિયામાં સૌથી વધુ મહત્વ પૈસા ને આપે છે કારણકે પૈસા છે તો આપડી પાસે બધું જ છે જેમ કે ઈજ્જત, દોલત, ઘર, સંબંધ, દોસ્ત બધુજ.
દુનિયામાં પૈસા કમાવવા ના ઘણા રસ્તાઓ છે. કેટલાક લોકો JOB એટલે નોકરી કરીને પૈસા કમાય છે તો કેટલાક લોકો પોતાનો BUSINESS એટલેકે ધંધો કરીને પૈસા કમાય છે, અને ઘણા લોકો એવા પણ છે જે પોતાના પૈસાને કામે લગાડી ખુબ સારા પૈસા કમાય છે.
પણ આવા લોકો કઈ જગ્યાએ પોતાના પૈસા લગાવે છે કે જ્યાંથી તેમના પૈસા તેમને વધુ કમાણી કરી આપે છે? તે જગ્યા છે Share Market એટલેકે શેર બાઝાર. Share Bazar in Gujarati વિષે ઘણા બધા લોકો એ સાંભળ્યું હશે પણ ત્યાંથી પૈસા કેમ કમાવવા તે ખબર નઈ હોય, તો આવો હું તમને આજે What is share market અને basic knowledge of share market in gujarati વિષે બધુજ જણાવા જઈ રહ્યો છું.
શેર માર્કેટ શું છે? - What is share market in Gujarati
Share market અથવા તો Stock market એક એવી જગ્યા છે જ્યાં ઘણી બધી Company ના Shares ની લે-વેચ થતી હોય છે. આ એક એવી જગ્યા છે જ્યાં લોકો કા તો ખુબજ પૈસા કમાય છે કા તો પોતાના પૈસા ગુમાવે છે. પણ તમે ચિંતા ના કરો હું છેલ્લે તમને છ સિક્રેટ રીત સીખવીસ જેથી તમે 100% share market માંથી પૈસા કમાશો અને ગુમાવશો નઈ. કોઈ કંપની નો શેર લેવો એનો મતલબ થયો કે તે કંપની ની હિસ્સેદારી લેવી.
જેટલા વધુ પૈસા લગાવી જેટલા વધુ શેર તમે લેશો એટલાજ વધુ તમે તે કંપની ની હિસ્સેદારી ખરીદશો. એનો મતલબ એ થયો કે જયારે તે કંપની profit કરશે એટલે કે નફો કમાશે ત્યારે તમને પણ એના શેર માં વધારો જોવા મળશે અને તમને પણ નફો થશે. અને જયારે તે કંપની loss એટલે કે નુકશાન કરશે ત્યારે તમને પણ નુકશાન થશે.
જેમ Share market in Gujarati માં પૈસા કમાવા સહેલા છે તે જ રીતે અહીં ગુમાવવા પણ સહેલા છે. કારણકે અહીં share market માં ઉ તાર-ચડાવ ખુબજ જાજા થતા જોવા મળે છે.
Share Market માં share ક્યારે ખરીદી શકાય?
હવે તમને થોડી ઘણી તો ખબર પડી જ ગઈ હશે કે Share Market છે શું. તો ચાલો હવે જાણીયે કે How to invest in share market in Gujarati. Stock Market માં ઈન્વેસ્ટ કરતા પહેલા તમારે શેર બાઝાર નો થોડો અનુભવ કરી લેવાની જરૂર છે કે અહીં ક્યારે કોઈ શેર માં ઈન્વેસ્ટ કરાઈ અને કઈ રીતે કરાય. જો તમને પહેલા એ ખબર પડી જાય કે કઈ કંપની સારી ઈન્વેસ્ટ કરવા માટે તો તમારું 50% કામ પૂરું થઇ ગયું સમજો.
પહેલા તમારે શેર માર્કેટ વિષે ઊંડાણ પૂર્વક જ્ઞાન લઇ લેવું જોઈએ અને ત્યાર પછી અહીં તમારી કિસ્મત અજમાવવી જોઈએ. અહીં કઈ કંપની ના શેર ના ભાવમાં ઉછાળો આવ્યો, કઈ કંપની ના શેર ના ભાવ પડી ગયા એ બધું જાણવું હોય તો તમે moneycontrol જેવી website નો ઉપયોગ કરી જાણી શકો છો.
અથવા તો તમે ZEE Business જેવા ટીવી ચેનલ અથવા તો Economics Times જેવા છાપા વાંચી પણ માહિતી મેળવી શકો છો કે What is share market in Gujarati.પણ ધ્યાન રહે કે તમે જે પણ સોર્સ નો ઉપયોગ કરો તે authentic એટલેકે ભરોસા પાત્ર હોય.
Share market ખુબજ risk વાળી જગ્યા છે તો અહીં ત્યારે જ પોતાના પૈસા રોકવા જોઈએ જયારે તમને આને વિષે બધીજ માહિતી હોય તમને બધીજ ભાન પડતી હોય. જેથી જો તમારો નિણર્ય ખોટો સાબિત થાય અને તમે નુકશાની ભોગવો તો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો તમે એ નુકશાન થી બચી શકો અને તમારી પરિસ્થિતિ પર કોઈ જ અસર ન પડે.
જો તમારે શરૂઆતમાં નુકશાન થતું અટકાવવું હોય તો તમે Share market in Gujarati માં થોડા જ પૈસા લગાઓ અને Stock market નો જાતેજ અનુભવ કરી, શીખી શકો. ત્યારબાદ જયારે તમને ખાતરી થાય અને તમારી આર્થિક સ્થિતિ સારી થાય ત્યારે તમે તમારા પૈસા Share market માં રોકી શકો.
જો તમે શેર માર્કેટ માં પૈસા રોકવા માંગતા હો અને અઢળક લાભ કમાવવા માંગતા હો તો તમારે એક ડિમેટ એકાઉન્ટ ની જરૂર હોય છે જે તમે નીચેની લિંક પર જય સહેલાઇ થી ખોલી શકો છો
આ લિંક Upstox website ની છે જે એક ડિસ્કાઉન્ટ બ્રોકર છે જે રતન ટાટા સપોર્ટેડ કંપની છે. જ્યાં તમે ન્યુનતમ દલાલી એટલેકે બ્રોકરેજ આપી પોતાનું Share market માં રોકાણ કરી શકો છો.
Share market માં પૈસા કઈ રીતે લગાવાય?
શેર માર્કેટ માં શેર ખરીદવા માટે તમારી પાસે એક ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ એકાઉન્ટ ખોલવાની બે રીતો છે.
પેલી રીત કે જેમાં તમે કોઈ દલાલ એટલે કે બ્રોકર પાસે જઈને તમારું ડિમેટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો. અહીં બે રીત ના દલાલ હોય છે એક Full Time Brocker એટલે એવા બ્રોકર કે જે તમને ફુલ સર્વિસ આપતા હોય. આવા બ્રોકર તમને વધુ દલાલી એટલેકે બ્રોકરેજ ચાર્જ કરતા હોય છે.
અને બીજા Discount Brocker આ એવા બ્રોકર છે જે ઓછી દલાલી ચાર્જ કરે છે અને પોતાની website કે એપ દ્વારા પોતાની સર્વિસ આપતા હોય છે. સામાન્ય રીતે આવા બ્રોકર ની બ્રોકરેજ ખુબજ ઓછી હોવાથી અને વધતા ઈન્ટરનેટ ના ચલણ ના કારણે તેઓ વધુ પ્રચલિત છે.
Upstox પણ એક Discount Brocker છે જે ખુબજ ઓછી બ્રોકરેજ ચાર્જ કરે છે તેમાં એકાઉન્ટ ઓપન કરવાનો કોઈજ ચાર્જ નથી તમે તેમાં એકાઉન્ટ ઓપન કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરી એકાઉન્ટ ખોલી શકો છો.
બીજી રીત જેમાં તમે તમારી બેન્ક પાસે જઇ ત્યાં તમારું ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો. આ રસ્તો વધુ ભરોશાદાયક છે પરંતુ અહીં તમને સૌથી વધુ દલાલી ચાર્જ કરવામાં આવે છે જે તેનું સૌથી મોટું ખરાબ પાસું છે.
તમે જે કઈ પણ પૈસા કમાશો તે તમારા ટ્રેડિંગ એકાઉન્ટ માં આવશે અને આ ટ્રેડિંગ એકાઉન્ટ તમારા સેવિંગ એકાઉન્ટ સાથે લિંક થયેલું હોવું જોઈએ જેથી તે પૈસા સીધા તમારા બેન્ક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી શકાય. આ માટે તમારી પાસે એક બેન્ક એકાઉન્ટ પણ હોવું જરૂરી છે.
ભારતમાં બે stock exchange એટલે કે એવી જગ્યા જ્યાં શેર ની આપ-લે થતી હોય તે છે. જેનું નામ BSEઅને NSE છે. BSE નું પૂરું નામ Bombay Stock Exchange છે અને NSE નું પૂરું નામ National Stock Exchange છે. આપડે Stock Exchange ની બહાર ક્યાંય પણ શેર ની આપ-લે કરી શકતા નથી.
Share Market નું ગણિત:
જો તમે પણ મારી જેમ શેર માર્કેટ માં ઘણા સમયથી કામ કરી રહ્યા હોવ તો તમે કદાચ આ સિક્રેટ જાણતા હસો પણ જે લોકો માટે શેર માર્કેટ નવું છે તથા તેમાં તેઓ પૈસા કમાવવા માટે જઈ રહ્યા છે તેઓ માટે આ સિક્રેટ્સ જાણવા ખુબજ જરૂરી છે.
- Share Market બહાર થી જેટલું સરળ દેખાય છે વાસ્તવ માં તે તેટલુંજ જટિલ છે. અહીં Insider Treding થાય છે. માર્કેટ ને હંમેશા આપણાથી વધુ ખબર હોય છે. પણ એનો મતલબ એ નથી કે આપડે અહીં પૈસા ન કમાઈ શકી.
- અહીં કોઈ એક સ્ટ્રેટેજી થી કામ નથી ચાલતું જો તમે અહીં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોવ કે પછી રોકાણ કરતા હોવ તમારે તમારી પોતાની સ્ટ્રેટેજી થી ચાલવું પડશે એન્ડ પોતાની મૌલિક બુદ્ધિ થી કામ લેવું પડસે.
- અહીં એક દમ ચોક્સાઈથી રોકાણ કે ટ્રેડિંગ કરવું સહેલું નથી જો તમને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવામાં મજા આવી રહી હોય તો જરૂર તમે કઈક ખોટું કરી રહ્યા છો.
- તમારે હંમેશા વધુને વધુ શીખવું તથા જાણવું જોઈએ તથા બીજાને ભરોસે પોતાના પૈસા ન લગાવવા જોઈએ
- કોઈ પણ કંપની ના શેર માં રોકાણ કાર્ય પેહલા તમારે તેનું એનાલિસિસ કરવું જોઈએ અને બને તો ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ
- હંમેશા રોકાણ લાંબા ગાળા માટે જ કરવું જોઈએ જે તમને વધુ નફો આપવસે એ પણ ઓછા risk માં.
What is share market in Gujarati :
મને આશા છે કે તમને What is share market in Gujarati વિષે બધી જાણકારી મળી હશે. મારી હંમેશા થી એવી કોશીશ રહેતી હોય છે કે મારા આર્ટિકલ થી તમને તે ટોપિક ની બધી માહિતી એક જગ્યાએ જ મળી રહે જેથી તમારે ઈન્ટરનેટ પર બીજે કોઈ જગ્યાએ જવું ન પડે.
જો તમને મારો આ લેખ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો અને જો તમારે કોઈ doubts હોય What is share market in Gujarati વિષે તો પણ તામેં નીચે કોમેન્ટ કરી શકો છો.
આ આર્ટિકલ ને વધુમા વધુ Facebook, Twitter, Whatsapp વગેરે જેવી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર નીચે આપેલા બટન દ્વારા share કરો.
ટિપ્પણી પોસ્ટ કરો