નમસ્કાર વાચકો, આજે આપડે અહીં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ Nureca Ltd. કંપની ના IPO વિશે જેમાં તમને કંપની ની બધી જાણકારી મળી રહેશે તથા તેની DRH એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ નું પણ એનાલિસિસ અહીં મળી રહેશે અને IPO ની બધી ડિટેઈલ્સ પણ અહીં મુકવામાં આવી રહી છે.
કંપની વિષે :
Nureca Ltd કંપની હોમ હેલ્થકેર અને વેલનેસ પ્રોડક્ટ્સ બનાવી તથા તેને વેચવાના બિઝનેસ માં સંકળાયેલી છે. જેમાં ઘણા બધા હેલ્થ સાથે સંકળાયેલા પ્રોડક્ટ જેવા કે Oximeter કે જે (નીચે ફોટો માં દર્શાવેલ છે) ઘરે પોતાની હેલ્થ ટ્રેક કરવામાં મદદરૂપ નીવડે તેવા સાધનો બનાવે છે.
જેવું કે આપણે જાણીયે છીએ કે કોરોના મહામારી પછી લોકોનું પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન વધુ આકર્ષિત થવા લાગ્યું છે. WHO નું માનીએ તો હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ભારતમાં લગભગ 10% થી વધુ વેગે વિકાસ પામવા જઈ રહી છે. જ્યાં આ કંપની નું માર્કેટ શેર પણ ખાસું એવું જોવા મળી રહ્યું છે. કંપની ના પ્રોડક્ટ તથા માર્કેટ શેર અને આવક વિષે પણ આગળ આર્ટિકલ માં ચર્ચા કરીશું.
કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરવા માટે ત્રણ બ્રાન્ડ માર્કેટ માં ઉતારી છે Dr trust, Trumom અને Dr Physio. જેમાં કંપની Dr Trust બ્રાન્ડ હેઠળ પોતાના હોમ હેલ્થકેર પ્રોડક્ટ જેવા કે Oximeter, ડિજિટલ થેર્મોમીટર વગેરે સાધનો સેલ કરે છે જયારે trumom બ્રાન્ડ હેઠળ તે મધર એન્ડ બેબી હેલ્થકેર પ્રોડક્ટ્સ સેલ કરે છે અને હાડકા એટલે કે phsio થેરાપી ને લગતા પ્રોડક્ટ્સ Dr physio બ્રાન્ડ હેઠળ સેલ કરે છે.
મિત્રો તમે એ તો જાણી લીધું કે કંપની શું બનાવે છે અને શું વેચે છે તો હવે એ પણ જાણી લઈએ કે કઈ રીતે વહેંચે છે.
કંપની મુખ્યત્વે પોતાના પ્રોડક્ટ ઓનલાઇન પોતાની વેબસાઈટ મારફત પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે છે કંપની ની કુલ આવક નો 95% ભાગ ઓનલાઇન વેચાણ મારફતે મળે છે પણ કંપની ઑફ્લાઈન પણ વેચે છે તેના માટે તેને Croma કે જે એક TATA ગ્રુપ ની કંપની છે તેની સાથે કરાર કરેલા છે પણ હજુ સુધી કંપની ની આવક ઑફ્લાઈન મારફતે ખુબજ ઓછી છે જે અવગણના પાત્ર ગણી શકાય.
જો કંપની ના ફાઇનાન્સિઅલ ડિટેઈલ્સ ની વાત કરીએ તો કોરોના મહામારી પછી કંપની ની ગ્રોથ માં ઘણો વધારો જોવા મળ્યો છે પરંતુ તે ગ્રોથ આગળ પણ આમજ રહેશે તે એક જોવાનો વિષય છે. નીચે આપને એક ટેબલ ના સ્વરૂપમાં બધી ડિટેલ આપવામાં આવી છે જે તમે સ્ટડી કરી શકો છો .
IPO વિષે માહિતી :
કંપની IPO દ્વારા મળતા કેપિટલ ને નીચે પ્રમાણે યુઝ કરશે :
- કંપની ના બિઝનેસ માટે જરૂર પડતા કેપિટલ માટે
- કોર્પોરેટ જરૂરિયાતો સંતોશવા માટે
IPO Opening Date | Feb 15, 2021 |
---|---|
IPO Closing Date | Feb 17, 2021 |
Issue Type | Book Built Issue IPO |
Face Value | ₹10 per equity share |
IPO Price | ₹369 to ₹400 per share |
Market Lot | 35 Shares |
Listing At | BSE, NSE |
Minimum Lot | 1-35 Shares(₹14,000) |
Maximum Lot | 14-490 Shares(₹196,000) |
Basis of Allotment | Feb 23, 2021 |
Initiation of Refund | Feb 24, 2021 |
Credit in Demat | Feb 25, 2021 |
Listing Date | Feb 26, 2021 |
Pre Issue Share Holding | 93.33% |
Post Issue Share Holding | 70% |
IPO રજિસ્ટ્રાર :
Link Intime India Private Ltd.IPO Subscription Details :
# | Category | IPO Subscription |
---|---|---|
1 | QIB | 3.10X |
2 | NII | 31.59X |
3 | RII | 166.65X |
4 | Employee | 4.82X |
5 | Total | 39.93X |
ટિપ્પણી પોસ્ટ કરો